તળાજાના ભારોલી ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો ઝથ્થો ઝડપાયો

127

જેલમાં સજા કાપી રહેલ બે બુટલેગરો નો રૂ ૮૪,૯૦૦ નો દારૂ-બિયરનો જથ્થો જપ્ત
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે જિલ્લા જેલમાં સજા કાપી રહેલ બે બુટલેગરો એ તેના ગામની સીમમાં છુપાવેલ ૮૪ હજારની કિંમત નો પરપ્રાંતીય શરાબનો જથ્થો જપ્ત કર્યો છે.
સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં ભાવનગર જિલ્લા ના સોનગઢ પાસેથી પરપ્રાંતિય શરાબની હેરાફેરી કરતાં તળાજા તાલુકાના ભારોલી ગામનાં બે બુટલેગરો જેમાં ભરતસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા કુલદિપસિંહ સિધ્ધરાજસિંહ ગોહિલ ની શરાબના મોટા જથ્થા સાથે ધડપકડ કરી જેલ હવાલે કર્યાં હતાં દરમ્યાન આ શખ્સોની પોલીસે જેલમાં જ પુછપરછ કરતાં આ બુટલેગરો એ પોતાના ગામની સીમમાં આવેલ સરકારી પડતર જગ્યામાં ઈંગ્લિશ દારૂ-બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની કેફિયત આપતાં લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે ભારોલી ગામની સીમમાં છાંપરાનો ડુંગર તરીકે ઓળખાતી જગ્યાની ખીણમાં છુપાવેલ રૂપિયા ૮૪,૯૦૦ ની કિંમત નો પરપ્રાંતિય શરાબ-બિયરનો જથ્થો કબ્જે કરી આ જથ્થો તળાજા પોલીસ સ્ટેશનમાં જમાં કરાવી બંને બુટલેગરો વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleપિતૃઓના પુણ્યાર્થે નહિ, પિતૃઓના પુણ્ય હોય એટલે જ ભાગવત કથા થતી હોય : પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
Next articleકૃષિ ઉડાન ૨.૦ યોજના અંતર્ગત ભાવનગર એરપોર્ટ પર શરૂ કરાશે સ્મોક મોડેલ હબ