ભાવનગર મહાપાલિકાના યોજના વિભાગ દ્વારા ખાનગી એજન્સી મારફત નારી રોડ તેમજ અમર સોસાયટી ગઢેચી રોડ ઉપર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. અમર સોસાયટીના ગઢેચી રોડ ઉપર ડ્્રેનેજ લાઈનના કામ દરમિયાન પીવાના પાણીની લાઈન તુટતા રોડ ઉપર પાણી વહી રહ્યું છે. અને બીજી તરફ લોકો લાઈન તુટવાના કારણે પાણીથી વંચિત છે. આ અંગે વોટર વર્કસના જવાબદારોને જાણ કરવા છતાં રીપેરીંગ કરવાનું મુહર્ત આવતું નથી આ બાબતે તંત્ર સામે રોષ વ્યકત કરતા સામાજીક કાર્યકર ચંદુ બલરે તાકીદે રીપેરીંગ કામ કરવા માંગ કરેલ છે.