લાશને સ્મશાન લઇ જઇ રહેલા વાહનને ટક્કર મારી પશ્વિમ બંગાળના નદિયામાં એક ભયાનક અકસ્માત થયો
નદિયા, તા.૨૮
પશ્વિમ બંગાળના નદિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. જોકે અહીં અંતિમ સંસ્કાર માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થઇ ગયા છે જ્યારે ૨૩ લોકોને ઇજાઓ થવા પામેલ છે. તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનેલા ૪૦ લોકો એક વાહનમાં સવાર હતા. તે લાશને લઇને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા. ગત રાત્રે લગભગ ૨ વાગે ટ્રકે તેમના વાહનને પાછળથી ટક્કર મારી, જેમાં ૧૬ લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. બાકી ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. મૃતક લોકોમાં ૧૦ પુરૂષ, ૭ મહિલાઓ અને ૬ વર્ષનો એક બાળક છે.