કુંભારવાડાના ખાર વિસ્તારમાં વેસ્ટ કચરાના ઢગલામાં આગ

673
bvn1152018-10.jpg

શહેરના કુંભારવાડા માઢીયા રોડ પર આવેલ અલંગના ડેલામાં થતી તોડ ભાંગમાંથી નિકળતો વેસ્ટ કચરો ખાસ વિસ્તારમાં ઠલવવામાં આવે છે. જેમાં આજે સવારના સમયે કચરાના ઢગલામાં વેસ્ટ પડેલા લબ્બરના જથ્થામાં આગનો બનાવ બનતા તેના ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતા. પ્રદુષિત ધુમાડાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બનાવ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર ફાઈટર બનાવસ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો છટકાવ કરી આગને બુજાવી લોકોએ પ્રદુષિત ધુમાડાના ત્રાસથી છુટકારો અપાવ્યો હતો. તંત્ર દ્વારા અલંગના ડેલા ધરાવનાર માલિકો પર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

Previous articleપાંચ વર્ષ પહેલા ચોરી થયેલ મોટરસાયકલ સાથે શખ્સ જબ્બે
Next articleકોળી સમાજની મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરાતા સમગ્ર સમાજ લાલઘૂમ