ભાવનગરના દેવરાજનગર પાસે મોબાઈલ ટાવરમાં આગ લાગી

97

ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
ભાવનગર શહેરમાં દેવરાજનગર પાસે એક મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે સોમવારે સવારે ભાવનગર ફાયરબ્રિગેડના સ્ટાફને કોલ મળ્યો હતો કે, શહેરના દેવરાજનગર સ્થિત એક ખાનગી કંપનીના મોબાઈલ નેટવર્કના ટાવરમાં આગ લાગી છે. જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સૌપ્રથમ વીજ કનેક્શન બંધ કર્યુ હતું. જે બાદ ટેકનિકલ બાબતો ચકાસી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનાને લઈ ખાનગી કંપનીના કાર્યકારી અધિકારીઓ તથા ટેકનીશીયન સ્ટાફને અવગત કરાતા એ લોકો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમજ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં આગ લાગવાનું કારણ તથા નુકસાનીનો આંક જાણવા મળ્યો નથી.

Previous articleભાવનગરમાં સામાન્ય બાબતમાં યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Next articleજુનિયર તબીબોનું આંદોલન