એક સોશ્યલ મિડીયા એપ પર કોઈ અજાણ્યા શખ્સે કોળી સમાજની યુવતીઓ મહિલાઓને સંબોધી અભદ્ર ભાષા સાથેનો વિડીયો વાયરલ કરતા રાજ્યભરના કોળી સમાજમાં બારે રોષ વ્યાપ્યો છે.
ભાવનગર સ્તિત કોળી સમાજનાં માંધાતા કોળી સમાજ સંગઠનની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં એકત્ર થયેલ યુવાનોએ જિલ્લા પોલીસ વડા પી.એ. માલને આવેદન પત્ર પાઠવી એવા પ્રકારે માંગ કરી છે કે તાજેતરમાં સોશ્યલ મિડીયા વોટસઅપ પર કોઈ અજાણ્યા શખ્સો કોળી સમાજની યુવતીઓ તથા મહિલાઓને સંબોધી વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોમાં અશ્લિલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવો હીન પ્રયાસ કરી સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવો હીન પ્રાયસ કરી લાગણી દુભાવી છે. આથી આ શખ્સને તાકીદે ઝબ્બે કરી દાખલા રૂપ સજા કરવાની માંગ કોળી સેના દ્વારા કરવામાં આવી છે.