સમુહ લગ્નનું આયોજન કરનાર આયોજક નાણાં ઉઘરાવી ફરાર થઈ જતાં વર-કન્યાઓની દશા કફોડી બની
શહેરના વિવિધ વિસ્તારોમાં થી ગઈ કાલે રવિવારે વાણંદ સમાજની ત્રણ જાન રાજકોટ જિલ્લા ના વિરપુર ખાતે આયોજિત સમુહ લગ્નમાં ગઈ હતી જયાં લગ્ન પૂર્વે વર-કન્યા પક્ષના લોકો પાસેથી લગ્ન ખર્ચ ના નામે કન્યાઓને કરીયાવર તથા સરકારી યોજના કુંવરબાઈ નું મામેરું અંતર્ગત નાણાં અપાવશે એવી આશાઓ-સ્વપ્નાઓ દેખાડી સમુહ લગ્નનાં દિવસે જ નાણાં સાથે પલાયન થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવ અંગે આ છેતરપિંડી નો ભોગ બનેલ શહેરના એક વાણંદ પરીવારે જણાવેલ માહિતી મુજબ આજથી થોડા સમય પૂર્વે રાજકોટ જિલ્લામાં રહેતાં એક આજ જ્ઞાતિનાં વ્યક્તિ એ વિરપુર(જલારામ) ખાતે તા,૨૮,૧૧,૨૦૨૧ ને રવિવારે સમુહ લગ્નોત્સવ નું આયોજન કર્યું હતું અને શહેરમાં સમાજની મિટિંગ યોજી આ સમુહ લગ્નોત્સવ માં વધુ ને વધુ વર-કન્યાઓને જોડાવા અનુરોધ કર્યો હતો એ સાથે લગ્ન અંગે ફોર્મ ભરાવી વર-કન્યા પક્ષનાં લોકો પાસેથી લગ્ન ખર્ચ પેટે રૂપિયા ૧૧ અગિયાર હજાર ઉઘરાવ્યા હતા અને જણાવ્યું હતું કે લગ્નનાં દિવસે દાતા પરિવારો દ્વારા સવા લાખ રૂપિયા નો કરીયાવર અને રાજ્ય સરકારની યોજના કુંવરબાઈ નું મામેરું અંતર્ગત ૫૦ હજારની આર્થિક સહાય ના ચેક પણ અપાશે એવું પ્રલોભન આપ્યું હતું. ત્યારે બીજી તરફ રવિવારે સવારે લોકો રંગેચંગે જાન જોડીને વિરપુર પહોંચ્યા હતા પરંતુ લગ્ન સ્થળે આયોજકના કોઈ અત્તાપત્તા ન લાગતાં લોકો મુંજાયા હતાં પરંતુ જાન જોડીને આવ્યાં હોય મહૂર્ત તથા પરંપરા અકબંધ રાખવા વિના ઉત્સાહે લગ્ન વિધિ આટોપી લીધી હતી જયાં આ લગ્નોત્સવ સંપન્ન થતાં ની સાથે જ લોકો એ હોબાળો મચાવ્યો હતો અને નાણાં પરત અપાવવા સમાજના અન્ય હોદ્દેદારો પર દબાણ કર્યુ હતું આ લગ્નમાં ન જમવાની વ્યવસ્થા કે ન ઉતારાની કોઈ સગવડ કે દાયજો પણ ન દેખાતા લોકો છેતરપીંડી નો ભોગ બન્યાં હોવાનું ભાન થયું હતું આ વિવાદ લાંબો સમય ચાલ્યાં બાદ અમરેલી જિલ્લાના કેટલાક આગેવાનો એ દરમ્યાનગીરી કરી આયોજકને ગમે ત્યાંથી શોધી લાવી સમાજ સામે રજૂ કરવાની અને નાણાં પરત અપાવવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો આ ઘટનાના વાણંદ સમાજમાં ઘેરા પડઘા પડ્યાં છે એ સાથે લોકો માં ચકચાર મચી જવા પામી છે.