પ્રદુષણના પ્રકાર, ઘન કચરાનો નિકાલ સંદર્ભે ઉમરાળા, તળાજામાં તાલીમ કાર્યક્રમ યોજાયો

151

ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અનુદાનીત શિલ્પ ઓર્ગેનાઇજેશન-રતનપર સંચાલીત ગ્રીન એન્ડ બ્લ ગુડ ડિડસ જાગ્રુતિ તાલીમ કાર્યકમ તળાજા તાલુકા મણાર,ભારાપર, ઉમરાળા તાલુકાના ચોગઠ અને ધારુકા ખાતે કરવામાં આવેલ જેમા સરપંચ આંગણવાડી વર્કર બહેન આશાવર્કર બહેન શાળાના આચાર્ય તેમજ ગામ લોકો હાજર રહેલ.આ કાર્યકમમાં પ્રદુષણના પ્રકાર અને તેના કારણો ઘનકચરા નિકાલ અને વ્યવસ્થાપન પધ્ધતિઓ કચરાનું વિભાજન ઉર્જા બચત કેવી રીતે કરશો વર્સો પાણી બચાવો પાણીનું સરંક્ષણ દરિયાઇ અને દરિયાઇ જિવ સુષ્ટિનું મહત્વ દરિયા કાઠાં અને દરિયાઇ જીવનના સંરક્ષણ માટેના કેવા પગલા લેવા જોઇએ પર્યાવરણની જાળવણી માટે અલગ અલગ વિષય પર સ્લાઇડ શો દ્વારા ગામ લોકો માહીતિ આપવામાં તેમજ વિડિયો શો દ્વારા પર્યાવરણની જાળવણી સમજ આપી આ કાર્યકમમાં ગામ લોકોએ ખુબ રસપૂર્વક ભાગ લીધેલ. આ કર્યક્રમ ગુજરાત ઇકોલોજી કમીશન-ગાંધીનગર ના ડો, નિશ્ચલ જોષી ડો.અંકુરભાઇ પટેલ ડો.તારકભાઇ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમા સંસ્થાના ટીમ લીડર શિલ્પાબેન, રેણુકાબેન અને ટીમ દ્વારા ગામ લોકો સાથે સરપંચ આંગણાવાડી વર્કર, આશાવર્કર બહેનોની મદદથી આ કાર્યકમને સફળ બનાવામાં આવેલ.

Previous articleગઈકાલે વાણંદ સમાજ દ્વારા આયોજિત સમુહ લગ્નોત્સવમાં શહેરના ત્રણ પરીવારો છેતરાયા
Next articleવલ્લભીપુરમાં યોજાયેલ ફ્રી નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ લોકોએ લાભ લીધો