તમારી વાત તદ્દન ખોટી છે, આવું શક્ય જ નથી, હોય જ નહીં, લગાવો ૧૦૦૦-૧૦૦૦ ની શરત. હેડિંગ વાંચીને તમે પણ આવું કેશો જ અને હું પણ થોડા સમય પેહલા આવુજ માનતો હતો પણ જ્યારે કેટલાક બનાવો મેં મારી સામે જોયા પછી હું સાવચેત થઈ ગયો છું. સાયબર ક્રાઇમના રોજ અઢળક કિસ્સાઓ આપણી સામે આવે છે, પરંતુ જ્યાં સુધી આપણાં સાથે એવો કોઈ કિસ્સો નથી બનતો ત્યાં સુધી આપણને એનો વિશ્વાસ નથી થતો. કેટલાક એવા મુદ્દા છે જે તમારા સામે હું રજૂઆત કરો છું. સર, હું બેંકમાંથી બોલું છું તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે આપજોને એટલે તમારું ઘર બેઠા બેઠા બેંક એકાઉન્ટ ખુલી જશે. ફેસબુક કે ઇન્સ્ટા વાળો મારો ફ્રેન્ડ મને એક ગિફ્ટ મોકલવાનો છે. સર તમારા માટે એક જોબની ઓફર છે લિંક મોકલી છે એના પર ક્લિક કરો એટલે તમારી નોકરી પાક્કી. અજાણ્યા વ્યક્તિ દ્વારા તમારા સાથે સોશ્યલ સાઇટ્સ દ્વારા મિત્રતા અને પછી વિડિયો કોલ કરીને બીભત્સ માગણી કરી પૈસાની છેતરામણી. બેંકના અધિકારી બનીને તમારા ઘરે સર્વે કરવા આવે છે અને તમારી ગોપનીય વિગતો લઈને તમારી માહિતી સાથે ચેડાં કરે છે. આવા અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા તો છે જ પણ અનુભવ નથી થયો એટલે તમને સાચું માનવામાં નહિ આવે. હમણાંજ એક કિસ્સો આવ્યો ઈન્સ્તામાં વિડિયો બનવા માટે રેલવે ટ્રેકની અડફેટમાં એક વ્યક્તિનું મોત. પબ્જીના પગલે એક બાળકે બાપને ચાકુ મારો દીધું. વોટ્સએપ પર ફેક કોલ કરો નંબર માંગ્યો અને મારા બેંકમાંથી લાખો રૂપિયાની હેરાફેરી થઈ ગઈ. આ બધા કિમિયા છે તમારા સાથે સોશિયલ ફ્રોડ કરવા માટેના અને તે લોકો એટલા હોશિયાર હોય છે કે તમારા હાથમાં નથી આવતા, માટેજ આજથી સાવચેત રહો અને સોશિયલ મીડિયા સાથે તમારા સંપર્કને જરૂરિયાત મુજબ રાખીને તમારું અને તમારી માહિતીને લોકો સમક્ષ ફેલાતા રોકો. છેલ્લે છેલ્લે એક ટચૂકડી વાત, ગઈ કાલે રાત્રે મેં વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું ગોઈંગ દિલ્હી અને આજે સવારે મારા ઘરે ચોરી થઈ.
ભાવિક બી. જાટકીયા
સુરત -૮૪૬૦૮૮૫૯૫૪