ગુજરાતમાં હવે આગઝરતી ગરમી : પારો ૪૪ થઇ ગયો

2078
guj1152018-7.jpg

મદાવાદમાં આજે આગઝરતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. પારો ૪૩.૩ સુધી પહોંચી ગયો હતો. ગાંધીનગરમાં પણ પારો ૪૩ રહ્યો હતો. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૩થી ઉપર પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગો તથા ઉત્તર ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ની વચ્ચે રહી શકે છે. આજે જે વિસ્તારોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદ, ગાંધીનગર, ઇડર, અમરેલી, કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ તરફથી વધુ તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.   વધતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં હાલ વાવાઝોડા અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ગરમી તીવ્ર બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૩ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે.

Previous articleધો.૧ર વિ.પ્ર.નું ભાવ. જિલ્લાનું ૭૭.૨૯% પરિણામ
Next articleરાજયભરના દારૂના કેસોનો ડેટા આપવાનો કોર્ટનો હુકમ