સિલ્વર બેલ્સ સ્કુલના થિન્કીંગ અલાઉડનાં બાળકોનો ફેલીસીટેશન સેરેમની સાથે ફીલોસોફી કાફેનું ઉદ્‌ઘાટન

94

યુવાનોનાં દિમાગને વિકસાવવા સ્મોલ વન્ડર્સની અનોખી પહેલ : યુવાનોનાં વિચારો જાણવાનો કરાયેલો પ્રયાસ
ભાવનગરની સિલ્વર બેલ્સ પબ્લિક સ્કુલનાં થિન્કીંગ અલાઉડનાં બાળકોનો ફેલીસીટેશન સેરેમની સાથે ફિલોસોફી કાફેનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમ થકી સ્મોલ વન્ડર્સ દ્વારા બાળકોનાં દિમાગને વિકસાવવા સાથે તેમનાં વિચારો જાણવાની અનોખી પહેલ કરી છે. સિલ્વર બેલ્સના થિન્કીંગ અલાઉડ સેરેમનીમાં સ્મોલ વન્ડર્સનાં હર્ષા રામૈયા દ્વારા સિલ્વર બેલ્સનાં અમરજ્યોતિબા ગોહિલ, રાજવી પરિવારનાં બ્રિજેશ્વરીબા સહિતની ઉપસ્થિતિમાં યુવાનો માટે ફિલોસોફી કાફેનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ જેમાં યુવાનોને ભેગા કરી તેમને કેટલાક પ્રશ્નો પુછવામાં આવ્યા જેવા કે તેઓ કોઈ શહેરની સત્તામાં હોય તો શું પરિવર્તન લાવત તેમજ તેમને સમયની મુસાફરી કરવાની તક મળે તો ભુતકાળ અને ભવિષ્યની મુસાફરી કરશો. તેમા શું બદલાવ લાવશો અને તમે તમારા અભ્યાસક્રમમાં કોઈ વિષય ઉમેરવા કે કાઢી નાખવા માંગો છો ? શાં માટે ? તેનાથી શું પરિવર્તન આવશે તે સહિતનાં પ્રશ્નો પુછી યુવાનોનાં વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જેમાં ભાવનગરની સિલ્વર બેલ્સ સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળકોને મી. ફીલ ગ્રિને તૈયાર કરાવ્યા હતા. યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે જો તેમનાં દિમાગમાં વિચાર પ્રક્રિયા વિકસાવવામાં આવશે તો આગામી દિવસોમાં આવા યુવાનો આપણા દેશમાં ઈચ્છિત પરિવર્તન લાવી શકાશે તેવા આશય સાથે યોજવામાં આવેલ સ્મોલ વન્ડર્સનાં ફઇલોસોફી કાફેને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો અને તેમાં ઉપસ્થિત રહેવા યુવાનોએ પોતાનાં વિચારો પણ રજુ કર્યા હતા.

Previous articleક્રિભકોના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલસિંહને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિક પ્રાદેશિક બોર્ડ(ICA)ના પ્રમુખની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી
Next articleશનિવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો