મોટાભાગની ઈન્ટરનેશનલ ફલાઈટસ દિલ્હી ઉતરતી હોઈ આ ફ્લાઈટસ પર રોક લગાવવા કેજરીવાલની માગ
નવી દિલ્હી, તા.૩૦
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. કેજરીવાલે કહ્યુ હતુ કે, ઓમિક્રોનના કારણે ઘણા દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર રોક લગાવી દીધી છે ત્યારે ભારત કેમ મોડુ કરીરહ્યુ છે.? કોરોનાની પહેલી લહેર વખતે પણ ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ રોકી દીધી હતી.મોટાભાગની ઈન્ટરનેશનલ ફલાઈટસ દિલ્હી ઉતરતી હોય છે.માટે આ ફ્લાઈટસ પર સરકાર રોક લગાવે. તેમણે પીએમ મોદીને સંબોધીને કહ્યુ હતુ કે, હું તમને આગ્રહ કરુ છું કે, આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે.તેમાં થનારો વિલંબ હાનિકારક સાબિત થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ કેજરીવાલે કહ્યુ હતુ કે, ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટસ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.