ભાવનગરમાં કોરોનાના નવા વધુ ૨ કેસ નોંધાયા

92

એક્ટિવ કેસની સંખ્યા ૭ થઈ : અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓના અવસાન થયા
ભાવનગરમાં સતત છઠ્ઠાના દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેર અને જિલ્લામાં કોરોનાના એક-એક નવા કેસ નોંધાયો હતો, શહેરમાં એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે ગ્રામ્યમાં પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૭ પર પહોંચ્યો છે. શહેરમાં પાંચ અને ગ્રામ્યનો બે એક્ટિવ કેસ છે. ભાવનગર શહેરમાં આજે સ્ત્રી અને ગ્રામ્યમાં એક પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે બે નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૭ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા સતત છઠ્ઠા દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૭૬ કેસ પૈકી હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleઘોઘા પોલીસની છત્રછાયામાં બુટલેગરો બેફામ, ઘરે ઘરે દેશી દારૂની હોમ ડિલિવરી કરાતાં ગામના લોકોએ રેડ પાડી
Next articleમાંગરોળના શ્રેષ્ઠ મહિલા શિક્ષિકા ઉષાબેન પીઠડીયાનો આજે જન્મ દિવસ