ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૫.૨૪ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. જ્યારે અમદાવાદ જિલ્લાનુ પરિણામ ૮૨.૧૭ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ ૮૧.૮૯ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષની તુલનામાં પરિણામ આ વખતે નીચે રહ્યુ છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૧૦૦ ટકા પરિણામવાળી સ્કુલોની સંખ્યા ૪૨ નોંધાઇ છે. જ્યારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ મેળવનાર સ્કુલોની સંખ્યા ૨૬ રહી છે. આવી જ રીતે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૩૮ નોંધાઇ છે. એ ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૭૭.૨૯ ટકા રહ્યુ છે. બી ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૬૯.૭૭ ટકા રહ્યુ છે. આવી જ રીતે એબી ગ્રુપના પરીક્ષાર્થીઓનુ પરિણામ ૬૧.૧૧ ટકા રહ્યુ છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ૨૦ ટકા પાસિંગ સટાન્ડર્ડનો લાભ લઇને પાસ થનાર ડિફરેન્ટએબલ પરીક્ષાઓ ૨૧ નોંધાયા છે. આ વખતે ચોરી અને કોપી કેસને રોકવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. જુદા જુદા પગલાના ભાગરૂપે ગેરરીતિના કેસોની સંખ્યા ૧૨૦ નોંધાઇ છે. ૧૩૪૩૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ૯૮૦૬૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર થયા છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનુ પરિણામ સૌથી વધારે ૭૫.૫૮ રહ્યુ છે. ગુજરાતી માધ્યમનુ પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યુ છે. કુલ પરિણામ ૭૨.૯૯ ટકા રહ્યુ છે. રાજકોટ જિલ્લાનુ સૌથી ઉંચુ પરિણામ ૮૫.૦૩ ટકા આવ્યુ છે. જ્યારે છોટા ઉદયપુર જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૫.૬૪ ટકા રહ્યુ છે. ધ્રોળ કેન્દ્રનુ પરિણામ ૯૫.૬૫ ટકા રહ્યુ છે. રાજ્યભરમાં તે પ્રથમ સ્થાને છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ લાખો વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો થયો હતો. સૌથી વધારે પરિણામવાળા જિલ્લો રાજકોટ છે. જ્યાં પરિણામ ૮૫.૦૩ ટકા રહ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય્મિક દ્વારા માર્ચમાં પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ, પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળ પર સવારે ૧૧ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કરવામાં આવી રહ્યુ છે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને આ અંગે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી હતી. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવી રહી છે. વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવ્યા સવારથી વિદ્યાર્થી ભારે ઉત્સુક દેખાયા હતા. સવારે ૯ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવ્યુ હતુ. શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડના સુત્રોનું કહેવું છે કે, સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ૧૫થી ૨૦મી મેની વચ્ચે જાહેર થઇ શકે છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ ૨૮થી ૩૧મી મેની વચ્ચે જાહેર થવાની શક્યતા છે. જો કે, ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડની પરીક્ષા ૧૨મી માર્ચથી શરૂ થઇ હતી. ૧૨મી માર્ચથી શરૂ થયેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૭૯ ઝોનના કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા, જયાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા મુજબ પરીક્ષા આપી હતી.
આ જ પ્રકારે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આવી જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૫૬ ઝોનમાં ૫૦૦ કેન્દ્રો ખાતે ૧૫૨૫ બિલ્ડીંગમાં ૧૫,૭૫૭ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. હજુ સુધી પરિણામને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો હતો. બીજી બાજુધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ મે મહિનામાં જ જાહેર થવાની શક્યતા છે. મોટાભાગની ઉત્તરવહીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ઉંચી ટકાવારી મેળવી લેનાર વિદ્યાર્થીઓના વાલઓ ભારે ખુશ દેખાયા હતા. તેમની ગણતરી હવે શરૂ થઇ ગઇ છે. પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠી ગયા હતા અને પરિણામ સાઇટ પર મુકાય તેની રાહ જોઇ રહ્યા હતા.