સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલેન્સ એવોર્ડ ધ્રુવ આયુ કેર અને જાહનુ કોટેજ ઈન્ડસ્ટ્રીઝને એનાયત કરાયો

116

સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં સહયોગથી ચેમ્બર કાર્યાલય ખાતે મંગળવારના રોજ સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ આ વર્ષે ધ્રુવ આયુ કેર અને જાહનુ કોટેજ ઇન્ડસ્ટ્રીઝને એનાયત કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પદાધિકારીઓ તથા સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લિમિટેડ કંપનીના અધિકારીઓ દ્વારા તમામ નામાંકન થયેલી અરજીઓ પર મૂલ્યાંકન કરી બે કંપનીઓને સિલેક્ટ કરવામાં આવી હતી. જેમાં આ વર્ષનો વિષય સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન હતો. જુદા-જુદા ક્ષેત્રમાં માહિતી પ્રમાણે સર્વાનુમતે આ એવોર્ડ માટે ધ્રુવ આયુ કેર અને જાહનુ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બંન્ને એકમોને રૂ. ૧૧ હજારનો રોકડ પુરસ્કાર તથા એવોર્ડ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લિમિટેડ ના સભ્યો દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Previous articleદયાનંદ કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર કુમાર આર. દવેનો આજરોજ જન્મદિવસ
Next articleસેન્ટ્રલ સોલ્ટ દ્વારા ૧૦ ડિસેમ્બરથી ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન