ભાવનગર જિલ્લા સાધુ સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની પસંદગી

108

ભાવનગર જિલ્લા (અનુ. જાતિ )સાધુ સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે આમંત્રિત સાધુ સમાજ દ્વારા શિહોર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવેલ.માત્ર સ્નેહ મિલન કાર્યક્રમ જ રાખવામાં આવેલ. પરંતુ સાધુ સમાજનું દિવસે દિવસે તૂટતા જતા સંગઠનને જોડવા તેમજ મજબૂત સંગઠન બનાવવા માટે જિલ્લાના ઉપસ્થિત સાધુ સમાજના અગેવાનો દ્વારા એક દોઢ કલાક ચર્ચા વિચારણા બાદ સાધુ સમાજનું મજબૂત સંગઠન જળવાઈ રહે એવા શુભ આશયથી ભાવનગર જિલ્લાના સાધુ સમાજના પ્રમુખ તરીકે સુરેશદાસ ખાનદાસ જાદવ(ભાવનગર) તેમજ ઉપપ્રમુખ તરીકે કેશુભાઈ જેરામભાઈ સોલંકી(શિહોર)ની ઉપસ્થિત સાધુ સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ છે જે પાદંગીને ઉપસ્થિત સાધુ સમાજ દ્વારા સહર્ષ સ્વીકારી અભિનંદન પાઠવેલ હતા.
તેમજ ટૂંક સમયમાં કારોબારી સમિતિ પણ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Previous articleઘોઘાનો દરિયો બન્યો તોફાની, ઘોઘાના દરિયાકિનારે 3 ફૂટ મોજા ઉછળ્યાં
Next articleઆવાસ યોજનાનાં લાભાર્થીઓ માટે ડ્રો