ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત પાંચમા અને કોહલી છઠ્ઠા સ્થાને યથાવત્‌

93

દુબઈ, તા.૦૨
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરની ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જેમાં બુમરાહે પણ ભાગ લીધો નહતો. તેને એક સ્થાન પાછળ ફેંકાતા ૧૦માં ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપનારા શાહીન આફ્રિદીએ આઇસીસી ટેસ્ટ બોલર્સમાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવી લીધું છે. રવિન્દ્ર જાડેજાને બોલર્સમાં બે સ્થાનના સુધારા સાથે ૧૯મો ક્રમ મળ્યો હતો. જ્યારે તે ઓલરાઉન્ડર્સની યાદીમાં એક સ્થાનના સુધારા સાથે હોલ્ડર પછી બીજા ક્રમે આવી પહોંચ્યો હતો. ન્યુઝીલેન્ડના ટોમ લાથમે ભારત સામે કાનપુરમાં ૯૫ અને ૫૨ રનની ઈનિંગ નોંધાવી હતી. જેના કારણે તે ૧૪મા ક્રમેથી નવમા સ્થાને આવી પહોંચ્યો છે. જેમીસન નવમા સ્થાને છે. કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સદી અને અડધી સદી નોંધાવનારા શ્રેયસ ઐયર બેટ્‌સમેન રેન્કિંગમાં ૭૪માં ક્રમે છે. જ્યારે ગિલ ૬૬માં તેમજ સહા ૯૯માં સ્થાને છે.આઇસીસીના ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્માએ પાંચમો અને કોહલીએ છઠ્ઠો ક્રમ જાળવી રાખ્યો હતો. રોહિત ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ પર છે. જ્યારે કોહલી પણ આરામ પર હોવાથી પ્રથમ ટેસ્ટ રમ્યો નહતો. હવે બીજા ટેસ્ટમાં તે સુકાન સંભાળી લેશે. અશ્વિને ટેસ્ટ બોલર્સની યાદીમાં બીજો ક્રમ જાળવી રાખ્યો છે.

Previous articleદીપિકા પાદુકોણ જેકેટમાં દેખાઈ
Next articleભાવનગરમાં કોરોનાના નવા વધુ ૩ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિજિટમાં થઈ