અત્યાર સુધીમાં ૧૨૪૯૬,૧૯૫૧૫ લોકોનું રસીકરણ થયું, ૮૦૩૫૨૬૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા
નવી દિલ્હી,તા.૨
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૫માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૮માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૬૫ નવા કેસ નોંધાયા છે અને ૪૭૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૫૪૮ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૯૯૭૬૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૫૩૮ કેસ નોંધાયા છે અને ૪૦૩ સંક્રમિતોના મોત થયા છે. બુધવારે ૮૯૫૪ કેસ નોંધાયા હતા અને ૨૬૭ સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૪,૯૬,૧૯,૫૧૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૮૦,૩૫,૨૬૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.