શહેરના સિંધુનગર ગોકુળનગરમાં રહેતો શખ્સ અનેક ગુનામાં સંડોવાયેલ હોય જે અંગે નિલમબાગ પોલીસે પાસા તળે ધકેલવા દરખાસ્ત કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વડોદરા જિલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કર્યો હતો.
ભાવનગર શહેરનાં સિંધુનગર ગોકુળનગર રહેતાં ગોકુળભાઇ ઉર્ફે ભીખાભાઇ સુરાભાઇ ખાંભલીયા જા.રબારી ઉ.વર્ષ.૨૬ને મારામારી તેમજ અગાઉ અન્ય કેસમાં ઝડપી લીધેલ જે અંગે ભાવનગરનાં જીલ્લા પોલીસ અધિક્ષક પી.એ.માલની સુચના તેમજ સીટી. ડીવાયએસપી એમ.એસ.ઠાકરનાં માર્ગદર્શન મુજબ આરોપી વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ. જે દરખાસ્ત અંગે ભાવનગર જીલ્લા મેજીસ્ટ્રેટે ગોકુળભાઇ ઉર્ફે ભીખાભાઇ સુરાભાઇ ખાંભલીયાને વડોદરા જીલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ. જે હુકમ આધારે ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમે આજરોજ ગોકુળભાઇ ખાંભલીયાને પાસા હેઠળ વડોદરા જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ.કે.જે.રાણાની સુચના મુજબ હે.કો.નિર્મળસિંહ ગોહિલ, પો.કો.ભરતભાઇ તથા ડી.સ્ટાફનાં એએસઆઈ વાય.બી.ગોહિલ તથા પો.કો. હારીતસિંહ ચૌહાણ, પો.કો.હિરેનભાઇ મહેતા,ા પો.કો.અનિલભાઈ મોરી, એલસીબી સ્ટાફનાં જયેન્દ્રસિંહ રાયઝાદા તથા મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.