શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ બે બિલ્ડીંગમાં વાયરીંગ સળગી ઉઠતા ફાયરસ્ટાફ દોડી જઈ પ્રાથમિક કામગીરી કરી આગને બુજાવી દીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના નિર્મળનગર શેરી નં.રમાં આવેલ ગોપાલ ડાયમંડ કોમ્પ્લેક્ષ અને પ્રમુખ બિલ્ડીંગમાં રાખેલ જનરેટર મશીનનું વાયરીંગ સળગી ઉઠ્યાની જાણ બાલુભાઈ કરમશીભાઈ અને જતીનભાઈ નાવડીયાએ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયરસ્ટાફ દોડી જઈ ડીસીટી પાવડરનો છટકાવ કરી આગને કાબુમાં લઈ બાદ પાણીનો છટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.