ના,ના કોઈ હોસ્પિટલમાં નથી જવાનું કે નથી કોઈ સર્જરી કરાવવાની ફક્ત એક થેરેપી છે જેના વળે આપણે મનથી સ્વચ્છ અને સ્વસ્થ રહી શકીએ છીએ. આજકાલ માનસિક રોગથી પીડિત લોકોની સંખ્યા વિપુલ માત્રામાં વધી રહી છે, જેને જોવો એને વિચાર વિચાર કરીને મગજનો છુંદો કરી નાખ્યો છે. કેહવાય છે કે મકાનો બહુ મોટા અને સંબંધો નાના થતા ગયા, પેટ મોટા અને ખોરાક નાના થતા ગયા, લગ્ન ઓછા અને ડિવોર્સ વધારે થતા ગયા. ટૂંકમાં માનસિક રોગથી પીડિત વ્યક્તિ તદ્દન દિશાહીન અને માનસિક અપંગ જેવો થઇ ગયો છે. સમાજમાં એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં આ રોગથી લોકોએ પોતાનો જીવ ગુમાવયો હોય. સુશાંત સિંહ, શ્રીદેવી, પરવીન બાબી વળી આ કતારમાં અનેક સાધુ સંત પણ ભોગ બની ચૂક્યા છે. જિંદગીનું નામ જ સંઘર્ષ છે સરેરાશ મૂકીએ તો ૬૦-૭૦ વર્ષના જીવનમાં ૩૦-૪૦% સમય તો પરિશ્રમ પાછળ જ જાય છે કારણ, દુનિયામાં રોજ નવી એક વસ્તુનું નિર્માણ થાય છે અને જેને પામવા માટે લોકો એડી ચોટીનું દમ લગાડી દે છે. એવું નથી કે માણસને માનસિક ટેન્શન ફક્ત પૈસા માટેજ હોય તેની પાછળના કારણો તો અનેક છે જેમાં એકદમ ફેમસ એવું પ્રેમ, ચિતીંગ, દોસ્તી, પરિવાર, ધંધો, ધર્મ, પાડોસી એવા અનેક ઉદાહરણ છે અરે કદાચ કોઈને ઠેંક્યું કેવાનું કે એકાદ નક્કી કરેલું કામ પૂરું ના થાય તો પણ આપણે લોકો એટલા હતાશામાં ગરકાવ થઈ જઈએ છીએ કે અંતે તે માણસ આત્મહત્યા માટે મજબૂર બને છે. માનસિક તણાવમાંથી મુક્તિ માટે ભોજન, ઊંઘ અને રોજની લાઇફસ્ટાઇલમાં બદલાવ કરીએ તો ચોક્કસથી તેમાં સફળતા મળે જ છે જેના માટે યોગ અને મિત્ર થેરેપી ખૂબ જ મોટું કામ કરી જાય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં સ્યુસાઇડ એટલે થાય છે કે તે વ્યક્તિ પાસે તેની વાત રજૂ કરવા માટે કોઈ હોતું નથી એટલે અંતમાં એટલુજ કહીશ કે જીવનમાં એક મિત્ર તો એવો બનાવો જ કે જેની સમક્ષ તમે બધું કહી પણ શકો, તે સાંભળી પણ શકે અને અંતે સાંભળ્યા પછી તમને ગેરમાર્ગે જાતાં રોકી પણ શકે. છેલ્લી ૨ વાત સાથે ખુબજ પ્રચલિત સુવિચાર જે હોસ્પિટલ બહાર લખવામાં આવ્યો હતો કે અગર દિલ ખોલકે દોસ્તો સે કરતે ઈઝહાર તો યહાં દિલ નહિ ખોલના પડતા લેકે ઓજાર. બસ તો મારા શબ્દોને વિરામ આપતા, આપ પણ હસતા રમતા રહો, ખાલી દિમાગ રાખવા કરતા મન ગમતી વસ્તુ કરીને તમારા દિલને મોજમાં રાખો કારણ અંબાણી, અદાણી કે રવાણી બધાની યાત્રા છેલ્લે તો જવાની. ખાલી જગ્યા તમારા માટે.
ભાવિક બી. જાટકિયા
સુરત- ૮૪૬૦૮૮૫૯૫૪