સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર તાલુકાના નવાગામ અને ભીકડા (કેનાલ) ગામોના તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. અને આ કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ કામગીરી ઝડપ થી પુર્ણ કરવા અને ભાવનગર જિલ્લો તળાવો ઉંડા ઉતારવાની કામગીરીમાં અગ્રેસર રહે તેવી સુચના અધિકારીઓને આપી હતી. નવાગામ ખાતેના તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અંગે મંત્રી વિભાવરીબેને જણાવ્યુ હતું કે, રોજના બે જેસીબી મશીનો દ્વારા ૩૦૦ ઘનફુટ માટી નીકળે છે. નવાગામ ખાતેના તળાવ ઉંડા ઉતારવાની કામગીરી દરમ્યાન ૪૮૦૦ ઘનફુટ માટી કાઢવાની કામગીરી કરવામાં આવનાર છે. આ ૪૮૦૦ ઘનફુટ માટી ગામના ખેડુતો ખાતેદારો તેમજ મકાનો બનાવવા માટે મફત આપવામાં આવશે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ. ૭૨ હજાર છે. આ તળાવ ઉંડા ઉતારવાની કામગીરી ઝડપથી પુર્ણ કરવા ૐ કન્સ્ટ્રકશનના સહિયોગથી વધુ જેસીબી ઉપયોગમાં લેવા અને સમય મર્યાદામાં કામગીરી પુર્ણ થાય તેવી તાકીદ મંત્રી દ્વારા અધિકારીઓને કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીંકડા ગામ ખાતેની કેનાલના કેચમેન્ટ એરીયામાં આવેલ બાવળ, કાંટા, ઝાડી, ઝાંખરા સંપુર્ણ પણે સાફ કરી કેનાલની ઉંડાઇ વધારવાની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મંત્રી વિભાવરીબેન અને જિલ્લા પ્રભારી અંજુ શર્માએ જણાવ્યુ હતું કે સુજલામ સુફલામ અભિયાનનો આજે ૧૧ મો દિવસ છે. બોરતળાવના કામ માટે રોજના પાંચ જેસીબી મશીનો દ્વારા કામગીરી ચાલુ છે. તેમજ હજુ બીજા વધારે જેસીબી મશીનોનો ઉપયોગ કરી કામગીરી ઝડપથી પુર્ણ કરવામાં આવનાર છે.