ખગોળદર્શન માટે બાળકોની ભીડ

780
bvn12518-1.jpg

શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સમીસાંજે બાળકો, યુવાનો તથા ખગોળપ્રેમીઓએ ભારે ભીડ જમાવી હતી. આજે નભમંડળમાં દુર્લભ ગ્રહ સંજોગ રચાવાનો હોય જેને લઈને જાણીતા ખગોળપ્રેમી સુભાષભાઈ મહેતા દ્વારા અવકાશ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોમાંચકારી ઘટનાને નિહાળવા માટે મોટીસંખ્યામાં લોકો તખ્તેશ્વર ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં બાળકોની સંખ્યા નોંધપાત્ર રહેવા પામી હતી.     

Previous article ભીકડા કેનાલ અને નવાગામ તળાવની મુલાકાતે મંત્રી દવે
Next article પિપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનસ ખાતે અદ્યતન સેવાનો પ્રારંભ