અમાસ અને શનિવારનો અનેરો સંગમ, ભાવનગરના શનિદેવ મંદિરમાં દર્શનાથે ભાવિકો ઉમટ્યા

104

ભક્તોએ શનિદેવને તેલ, તલ, અડદ અને પુષ્પમાળા અર્પણ કરી ધન્યતા અનુભવી
આજે તા.4 ડિસેમ્બરને શનિવારે કારતક વદ અમાસના દિવસે શનિ અમાવસ્યાનો યોગ સર્જાયો છે. શનિ અમાવસ્યાના દિવસે ભાવનગરના મેઘાણી સર્કલ સાંઈબાબાના મંદિર સહીતના શનિદેવના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. લોકોએ શનિદેવને તેલ, તલ, અડદ અને પુષ્પમાળા અર્પણ કરી દર્શન કર્યા હતા. શનિદેવને તેલ ચડાવવવાનું મહત્વ ખુબ અનોખું છે. જેને લઇ મોટી સંખ્યામાં ભક્તોએ એકઠા થઇ ભગવાનને તેલ ચડાવી પૂજા કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ શહેરના જુના બંદરરોડ, મોક્ષમંદિર સહીતના શનિ ભગવાનના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. વિક્રમ સંવત 2078ના વર્ષમાં પ્રમથ માસ કારતક મહિનાની અમાસ અને શનિવાત હોવાથી આજના દિવસને શનિ અમાવસ્યા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પિતુભક્તિ માટે શ્રેષ્ઠ અવસર અને શ્રેષ્ઠ ફળદાયી ગણવામાં આવી છે. શનિ અમાવસ્યામાં દિવસે કરેલી પિતૃદેવની આરાધના જાતકોને પિતૃના દોષમાંથી મુક્ત થવાનો એક સુવર્ણ અવસર આપે છે. કારતકી અમાસે શ્રાદ્ધ કર્મ, ધર્મ કાર્ય અચૂક કરવા જોઇએ. પિતૃ સૂક્તના પાઠ કરવા તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા, બ્રહ્મ ભોજન કરાવવું તથા બ્રાહ્મણોને વસ્ત્ર, વાસણ તથા યથાશક્તિ દાન આપવામાં આવ્યું હતું. ભવિષ્ય પુરાણ મુજબ કારતકી અમાસે પિતૃકાર્યષુ અમાસ તરીકે પણ મહત્વ ધરાવે છે. જેઓની કુંડળીમાં કોઇ પણ પ્રકારે પિતૃદોષ થતો હોય અને તેની પીડા ભોગવી રહ્યાં હોય એમણે આ દિવસે પિતૃશ્રાદ્ધ કરવું. જન્મ કુંડળીમાં રહેલા અન્ય વિષમ યોગોની શાંતિ વિધાન પણ ફળદાયી બને છે. આ અંગે શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે કે, આ દિવસે કેરલી શનિની સાધના સંકટ,વિપત્તિ અને દુષ્પરિણામોમાંથી મુક્તિ બક્ષે છે. આ ભવના પાપ કર્મો પણ નષ્ટ થાય છે. શનિદેવની પનોતી ચાલતી હોય એ રાશિવાળાએ શનિની ઉપાસના કરવી, કાળા તલના તેલથી અભિષેક કરવો, કાળા તલ, કાળા અડક કે પછી કાળી દ્રાક્ષ ધરવા, કાળી કામળી અને કાળા વસ્ત્રોનું દાન કરવું, સ્ટીલના વાસણમાં કાળુ ધાન ભરી તેમાં દાન કરવું. કાળા તલના લાડુ બાળકોને વહેંચવા. શનિશ્વર અમાસના દિવસે શનિ દેવને કાળા તલના તેલનો અભિષેક કરવાથી અખને શનિ ચાલીસાના પાઠ કરવાથી પાપ કર્મો નષ્ટ થાય છે.

Previous articleઅમદાવાદની સાયન્સ સિટીમાં હવે આફ્રિકન પેંગ્વિન જોવા મળશે
Next articleભાવનગરમાં મેડિકલ તથા તબિબ ક્ષેત્રના ચારેય વિભાગોએ પડતર પ્રશ્ને રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું