ભાવનગરમાં મેડિકલ તથા તબિબ ક્ષેત્રના ચારેય વિભાગોએ પડતર પ્રશ્ને રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

130

માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
ભાવનગરમાં વિવિધ તબ્બકે કાર્યરત મેડિકલ તથા તબિબી સેવાઓ પુરી પાડતા ચાર અલગ-અલગ વિભાગો દ્વારા વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે રેલી યોજી હતી. તેમજ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આજે શનિવારે મેડિકલ કોલેજ ખાતેથી રેલી યોજી અધિક કલેકટરને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. ભાવનગર શહેરમાં આવેલી મેડિકલ કોલેજના પટાંગણમાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. આરોગ્ય લક્ષી સેવાના વિવિધ હોદ્દેદારોએ આ આંદોલનનું સત્તાવાર એલાન કરી સરકારને પડકાર ફેંકયો છે. સમય સમયાંતરે સરકાર દ્વારા સમાધાનની ફોર્મ્યુલાની નિતી અખ્ત્યાર કરી ન્યાયીક માંગણીઓ સંદર્ભે દુર્લક્ષ સેવ્યું છે અને સમાધાન સમયે ઠાલા આશ્વાસનો સિવાય કંઈ જ ન આપતાં મેડિકલ સેવાના ચારેય વિભાગ દ્વારા એક નેજો બનાવી સરકાર સામે લડતનું રણશીંગું ફૂંક્યું છે. જીઆઇડીએના પ્રમુખ ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, ચારેય એસોસિએશન દ્વારા સંયુક્ત ફોરમમાં તા. 29 નવેમ્બરથી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં અમારી માંગોને સરકાર લોલીપોપ આપી અમોને શાંત કર્યા હતા, માત્ર મૌખિક બાહેધરી આપવામાં આવી રહી છે. જો ભવિષ્યમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં જલદ આંદોલન કરવામાં આવશે. ગુજરાતની સમગ્ર જાહેર આરોગ્ય સેવાઓ, તમામ ઇમરજન્સી સેવાઓ ખોરવાય તો તેની સંપૂર્ણ જવાબદાર ગુજરાત સરકાર રહેશે.

Previous articleઅમાસ અને શનિવારનો અનેરો સંગમ, ભાવનગરના શનિદેવ મંદિરમાં દર્શનાથે ભાવિકો ઉમટ્યા
Next articleડીડીઓની કેપ્ટનશીપ હેઠળ ભાવ. જિલ્લા પંચાયતની ટીમ ચેમ્પિયન