કાળિયારનો શિકાર કરતા બે શખ્સોને ઝડપી લેતી ફોરેસ્ટ ટીમ

109

આર.એફ.ઓ. ગઢવી સહિતની ટીમે કાળિયારના માસનો જથ્થો કબ્જે લીધો : એક શખ્સ ફરાર
ભાવનગરના ભાલ પંથક કાળાતળાવ વિસ્તારમાંથી આજે ફોરેસ્ટ વિભાગની ટીમે કાળિયારનો શિકાર કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે એક ફરાર થયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાલ પંથકમાં કાળિયારનો વસવાટ હોય અહી કાળિયારનો શિકાર થતો હોવાની બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત વોચ રખાયેલ જેમાં આજે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગઢવી સહિતની ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરતા બે શખ્સો કાળિયારનો શિકાર કરતા મળી આવ્યા હતાં જેની પાસેથી કાળિયારના માસ-મટનનો જથ્થો તથા શિકાર કરવાના સાધનો સહિત મળી આવતા કાળાતળાવ અને ભાવનગરના શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ નાસી છુટ્યો હતો જેને ઝડપી લેવા અને તમામ સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Previous articleઆજથી ભાવનગર અને પાલિતાણા વચ્ચે બીજી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
Next articleનવીનકોર ઈનોવા ઉંધી પડી તો વેગનઆર દિવાલમાં ઘુસી જતા લોકોના ટોળા ઉમટ્યા