ભાવનગર શહેર હોમગર્ડઝ યુનિટ દ્વારા યોજાયેલ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

92

૬ ડિસેમ્બર ગુજરાત હોમગાર્ડઝ દિવસ નિમિત્તે આજરોજ ના ૪ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ ભાવનગર જિલ્લા કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે યોજાયેલ.આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક અવેરનેસના પ્રણેતા ડો. અજય સિંહ જાડેજા તેમજ ભાવનગર હાઈવે ટ્રાફિક પી.એસ.આઇ રહેવર સાહેબે હોમગાર્ડઝ જવાન અને મહિલાઓને ટ્રાફિક જાગૃતિ, અકસ્મા નિવારણ અને પ્રાથમિક સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ટ્રાફિક અવેરનેસ વિશે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટના ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ ડૉ.હરેશભાઈ રાજગુરુ સહિત યુનિટના અધિકારી સહિત કુલ ૧૬૯ જેટલા હોમગાર્ડઝ જવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા. આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીની. પ્લા. કમા. શ્રી એમ. જે. વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleનવીનકોર ઈનોવા ઉંધી પડી તો વેગનઆર દિવાલમાં ઘુસી જતા લોકોના ટોળા ઉમટ્યા
Next articleશહેરમાં કોરોનાનો ધડાકો એક જ દિવસમાં ૧૧ કેસ પોઝિટિવ કેસ આવ્યાં