શહેરમાં કોરોનાનો ધડાકો એક જ દિવસમાં ૧૧ કેસ પોઝિટિવ કેસ આવ્યાં

97

કુલ દર્દીઓની સંખ્યા ૨૩ પર પહોંચી : કોવિડ ના કેસોમાં થતો દરરોજ વધારો તંત્ર-લોકો માટે ચિંતાનું કારણ
ભાવનગર શહેરમાં એક જ દિવસમાં કોવિડ પોઝિટિવ ના ૧૧ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવતાં લોકો માં ભયનો માહોલ છવાયો છે તો બીજી તરફ તંત્ર માટે ચિંતા નું કારણ બન્યું છે હાલમાં સરટી હોસ્પિટલ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં ૨૩ પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારી “કોરોના” એ શહેર-જિલ્લામાં ફરી એન્ટ્રી કરી હોય અને ત્રીજા લહેર દસ્તક દઈ રહી હોય એવું હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે ભાવનગર શહેર અને જિલ્લા માથી છેલ્લા પાંચ દિવસથી દરરોજ એકલ-દોકલ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે આજરોજ સાંજે તંત્ર દ્વારા જાહેર કરેલ કરંટ બુલેટિનમા આજે ફક્ત ભાવનગર શહેર માથી એક જ દિવસમાં અને એક જ સાથે ૧૧ પોઝિટિવ કેસ નોંધાતા જાહેર જનઆરોગ્ય ક્ષેત્રે છવાયેલી શાંતિ એકાએક ડહોળાઈ છે અને લોકો માં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો ત્યારે બીજી તરફ તંત્ર માટે પણ આ મોટી ચિંતા નું અગ્રતમ કારણ બન્યું છે શહેર-જિલ્લામાં લાંબા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં રહેલ કોરોના એકાએક આળસ મરડીને બેઠો થતાં આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યું છે અને વધતા જતા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરી આરોગ્ય લક્ષી પગલાં ઓ લેવા તજવીજ હાથ ધરી છે.જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૪૯૧ કેસ પૈકી હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleભાવનગર શહેર હોમગર્ડઝ યુનિટ દ્વારા યોજાયેલ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ
Next articleભાવનગર કોંગ્રેસના યુવા નેતા પવન મજેઠીયાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટીફીકેટ આવી ગયું