ભારત સરકારના મિનસ્ટ્્રી ઓફ માઈન્સ અને ફાઈરેકટર જનરલ ઓફ માઈન્સ સેફટી દ્વારા તારીખ ૧-પ-ર૦૧૮ થી ૧પ-પ-ર૦૧૮ સુધીના પખવાડિયાને ખાણ સ્વચ્છતા પખવાડિયા તરીકે જાહેર કરવામાં આવેલું છે. જેના ઉપક્રમે ખાણ ક્ષેત્રમાં કાર્યરત સરકારી અને બિન સરકારી સંસ્થાઓને ખાણમાં કામ કરતા શ્રમિકોમાં સ્વચ્છતા પરત્વે જાગૃતિ ફેલાવવા માટે ફાઈરેકટર જનરલ ઓફ માઈન્સ સેફટી અમદાવાદ ક્ષેત્રના સૌજન્યથી ગુજરાત મીનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના નેતૃત્વમાં ઉપરોકત પખવાડિયા દરમ્યાન સ્વછતાને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
નર્મદા સિમેન્ટ- જાફરાબાદ વર્કસની નર્મદા સિમેન્ટ માઈન ખાતે સંસ્થા પ્રમુખ વિજય એકરે દ્વારા ધ્વજારોહણ કરી સ્વચ્છતા પખવાડિયાનો ભવ્ય શુભારંભ કરવામાં આવેલ આ ઉપરાંત ફંકશનલ હેડ હાઈન્સ બંગારૂ બાબુ રયાલી તથા ફંકશનલ હેડ એચ આર અને એડમીશન ભુપેન્દ્રસિંઘ તેમજ તમામ વિભાગોના હેડ હાજર રહેલ તેમજ યુનિયન પદાધિકારી કાદરભાઈ, સુરેશભાઈ અને અન્ય કર્મચારીગણ અને શ્રમિકોએ હાજર આપેલ. જેમાં ખાણ ઓફિસ પરિસરની સામુહિક સફાઈનું આયોજન કરવામાં આવેલ. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વયમ સફાઈ કરી શ્રમિકોનો સફાઈ પ્રત્યે ઉત્સ્હ વધારેલ અને આગામી પંદર દિવસ માટે સ્વચ્છતા પખવાડિયાનું સફળતા પુર્વક સંચાલન કરવા પ્રેરણા આપેલ તેમજ તેઓ દ્વારા સ્વચ્છતાના વિષય ઉપર પોતાના વકતવ્યો રજુ કરવામાં આવેલ.