સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

844
bvn12518-10.jpg

સુજલામ સુફલામ જળ અધિયાન – ૨૦૧૮ અંતર્ગત મહિલા અને બાળકલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સવારે ૧૦-૦૦ કલાકે સર્કીટ હાઉસ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. 
ભાવનગર જિલ્લા શહેરના તળાવો ઉંડા ઉતારવાની કામગીરી તથા નદીઓ અને કેનાલો અંગેની કામગીરી માટે મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા પ્રભારી સચિવ અંજુ શર્મા દ્વારા કામોની રૂબરૂ સ્થળ મુલાકાતો લેવામાં આવી હતી. અને આ કામગીરી અગ્રતા ક્રમે અને ઝડપથી પુર્ણ કરવા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં જુદા જુદા મંડળો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકભાગીદારી કરી આ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. 
જિલ્લા પ્રભારી સચિવ અંજુ શર્માએ જણાવ્યુ હતું કે, હાલમાં કુલ ૫૨ કામો છે. જે પૈકી હાલમાં ૧૧ કામો ચાલુ કરી દેવામાં આવેલ છે. આ કામો માટે સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલ છે. તેમજ લોકભાગીદારી દ્વારા પણ આ કામગીરી સફળ બનાવવા લોકોનો સહિયોગ લઇ આ કામગીરી ઝડપથી પુર્ણ કરવા તાકીદ કરી હતી. 
આ બેઠકમાં હાજર રહેલ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૧૮ અંગેની સુંદર કામગીરી પુર્ણ કરવા સહિયોગ આપવા ખાતરી આપવામાં આવી હતી. 
આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ અંજુ શર્મા, ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વનસરક્ષક અધિકારી રામ,  અધિક કલેકટર ઉમેશ વ્યાસ, પ્રાન્ત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર મકવાણા, કાર્યપાલક ઇજનેર પટેલ, દેવમોરારી, નાયબ કાર્યપાલક ઇજનેર બોદર, પુર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ સરવૈયા, પુર્વ ધારાસભ્ય જનક પટેલ તથા અધિકારીઓ હાજર રહયા હતાં.

Previous article નર્મદા સિમેન્ટ માઈન ખાતે ખાણ સ્વચ્છતા પખવાડીયાનો ભવ્ય સમારોહ
Next articleપાલિતાણા તાલુકાના માલપરા ગામ પાણીનો પોકાર