ભાવનગર શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં એક અસ્થિર મગજના યુવાને પાઈપ લઈ ૫ થી ૬ કારોની ગાડિઓના કાચ ફોડ્યા હતા.શહેરના વાઘાવાડી વિસ્તારમાં આવેલ હિલડ્રાઇવ સોસાયટીમાં આજે સવારે અસ્થિર મગજ ના યુવાને સોસાયટીમાં પાર્ક કરેલી અંદાજે ૫ થી ૬ ગાડીઓના પાઈપ લઈ કાચ ફોડ્યા હતા, સ્થાનકીએ રહેવાસી આશિષ પરમારે જણાવ્યું હતું કે અમારા ઘરની બહાર અમારી પાર્ક કરેલી ગાડીઓ ના એક અસ્થિર મગજના યુવાને પીધેલી હાલતે આવી પાઈપ દ્વારા અમારી ગાડીઓના કાચ તોડી નાખ્યા છે, અવારનવાર આવા બનાવો બને છે પોલીસ દ્વારા આવારા તત્વો સામે પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે,
સ્થાનકી રહેવાસી વર્ષાબેન શાહએ જણાવ્યું હતું કે, અમારા ગાડીઓના કાચ તોડી નાખતા અમે તેન રોકવા જતા અમારી ઉપર પાઈપ વડે હુમલો કરવાની કોશિશ કરી હતી, તે જ આજ વિસ્તારનો રહીશ છે, પછી તરત અમે પોલીસને જાણ કરતા પોલીસ આવી ને શખ્સને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.