પાલિતાણાથી ૪ કી.મી. દુર આવેલ માલપરા ગામે ૧પ૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. તેમાં છેલ્લા આઠથી દસમાસ પહેલા ગટરની લાઈન નખાતા મેઈન પાણીની પાઈપલાઈન તુટી જવાથી આમા ગામમાં વાપરવાનું પીવાનું પાણી બંધ થઈ જવા પામ્યું છે. સરપંચ સહિત ગ્રામ્યજનોએ અનેક વખત તાલુકા પંચાયતમાં રજુઆત કરેલ પરંતુ આઠ માસ વિત્યા છતાં કોઈ નકકર કામગીરી ન થતા સપ્તાહમાં ફકત બેથી ત્રણ દિવસ નર્મદાનું પાણીથી મેઈન ટાંકી ભરાય છે. અને ગ્રામ્યજનો તે પાણીનો ઉપ્યોગ કરે છે. સપ્તાહમાં પ્રજાને બે -ત્રણ દિવસ પાણી મળે છે. આ ટાંકી ગામના પાદરમાં હોય ગ્રામ્યજનોને ધણી દુર પડતી હોય ત્યારે સરકાર તાત્કાલીક અસરથી આ પ્રશ્નોનો કાયમી નિકાલ થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. જાડી ચામડીના અધિકારીઓ અને લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સભ્યોએ લોકોને પોતાના ઘરે મળતું પાણીથી વંચીત રાખ્યા છે. ધણીવખત તો આઠ દિવ્સમાં એક વખત જ પાણી આવે અને ટાંકો ભરે છે. આમ પ્રજાને એક જ ટાંકો આઠ દિવસ સુધી ચાલવવું પડે છે.