જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,સિદસર આયોજિત ભાવનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૨૧ શામપરા સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજવામાં આવેલ.જેમાં નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,કાવ્યગાનમાં તાલુકામાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થી જિલ્લામાં પ્રતિનિધિત્વ કરેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધામાંશ્રી વળાવડ પ્રાથમિક શાળા ની દીકરી કુ. નિકિતાબેન વિનુભાઈ મકવાણા વકતૃત્વ સ્પર્ધામાં સિહોર તાલુકાનું પ્રતિનધિત્વ કરેલ જેમાં ભાવનગર જિલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલ. પ્રથમ નંબર ને ૧૦૦૦ રોકડ ઇનામ પણ આપવા માં આવેલ.હવે વકતૃત્વ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા રાજ્યકક્ષાએ જશે. તે બદલ અર્ચનાબેન ધામેલિયા,તા.પ્રા.શિ અધિ,શિહોર, વિનોદભાઈ બારૈયા, બીઆરસી કો. ઑર્ડી,શિહોર તથા પ્રણવભાઈ વ્યાસ, સીઆરસી કો. જગદીશ્વરાનંદજી એ સમગ્ર શાળા પરિવાર તથા પ્રતિસ્પર્ધીને શિહોર તાલુકાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છા પાઠવી. આ માટે વળાવડ પ્રા.શાળાના આચાર્યશ્રી પદમાબેન મારવાડી અને સમગ્ર સ્ટાફ હર્ષની લાગણી અનુભવે છે.