માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનુ પરીણામ જાહેર કરાયું છે. જિલ્લામાંથી માત્ર ૩ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે છ૨ ગ્રેડમાં ૧૩૫ વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા જિલ્લાના પરિણામમા મોટો ઘટાડો જોવા મળ્યો છે. ૮.૬૮ ટકાના ઘટાડા સાથે શિક્ષણનુ હબ ગણાતા પાટનગરનુ ૭૭.૮૪ ટકા પરિણામ આવ્યુ છે. પરિણામ નીચુ આવતા જિલ્લાના શિક્ષણવિદોમા ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે.
બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સના પરિણામ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ બોર્ડે ગુરૂવારે પરિણામ જાહેર કર્યુ હતું. સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનુ ૭૨.૯૯ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટનગરમાં ૭૭.૮૪ ટકા પરિણામ આવ્યું છે.
જિલ્લામાં ચાલુ વર્ષે ૫૬૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતાં. એ વન ગ્રેડમાં વિદ્યાર્થીઓનો ગત વર્ષ કરતા મોટો ઘટાડો જોવા મળ્યો છે. શહેરની ઇન્ફોસીટી જૂનિયર સાયન્સ કોલેજના ૨ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે પણ ઇન્ફોસીટી સ્કૂલના ૬ વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે કલોલની એસ એસ પટેલ સાયન્સ સ્કૂલના એક વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવ્યો હતો.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ધ્રુવ પરમાર, યશ શાહ અને પ્રતિક પંચાલે છ૧ ગ્રેડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. બોર્ડની પરીક્ષામા પહેલા ક્રમ આપવામાં આવતા હતાં. પરંતુ થોડા સમયથી ગ્રેડ પ્રમાણે રીજલ્ટ અપાય છે. ત્યારે A૧માં ૯૧-૧૦૦, Aમાં ૮૧-૯૦ bમાં ૭૧-૮૦, B૨માં ૬૧-૭૦, C૧માં ૫૧-૬૦, cમાં ૪૧-૫૦, Dમાં ૩૩-૪૦, E૧માં ૨૧-૩૨ તથા ઈ૨ માં ૦-૨૦ પ્રમાણે ગ્રેડ અપાય છે.
બે વિદ્યાર્થી ગાંધીનગરની ઇન્ફોસીટી જૂનિયર સાયન્સ કોલેજ અને કલોલની એસ એસ પટેલ સ્કૂલ ઓફ સાયન્સના એક વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે.
માણસા, ચાંદખેડા કેન્દ્રનો એક પણ વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવી શક્યો નથી. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમા વર્ષ ૨૦૧૬મા ૪૬ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો. ૨૦૧૭મા ૨૩ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં સમાવેશ થયો છે. જ્યારે આજે ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં તો એ વન ગ્રેડની સંખ્યા આંગળીના ટેરવે ગણી શકાય તેટલી હતી.
Home Gujarat Gandhinagar ૧ર વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ત્રણ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં આવવાથી શિક્ષણની ચિંતા