મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા વિવેકાનંદજી અને ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી
ભાવનગરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડ યુનિટ દ્વારા સવારે રૂટ માર્ચ યોજવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર આ રૂટ ફરી હતી. ત્યારબાદ હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે રૂટ માર્ચ યોજવામાં આવી હતી.
જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રૂટ માર્ચ દરમિયાન રૂટ પર આવતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડો.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે નિવૃત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયા, શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી, જયેશ શુક્લા, લાલજી કોરડીયા, ડો.હરેશ રાજ્યગુરુ તથા અન્ય અધિકારીઓ જવાનો-મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.