ગાંધીનગર જિલ્લામાં ચાલતી પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પોલીસ અધિક્ષક દ્વારા મળેલ સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવી દહેગામ તાલુકામા કાર્યરત વિદેશી દારુના અડ્ડા પર છાપો મારી રૂ. ર૮૦૦ ની કિંમતની ૭ નંગ વિદેશી દારૂની બોટલો પકડી પાડી હતી.
પ્રાપ્ત વિગતોનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મળેલ બાતમીના આધારે સાંપા ગામે મંદિરવાળા વાસમાં રહેતા કમલેશગીરી અશોકગીરી ઉર્ફે હસમુખગીરી ગોસ્વામી વિદેશી દારૂ વેચે છે. જે મળેલ બાતમી આધારે સદર જગ્યાએ રેઈડ કરતાં વિદેશી દારૂની બોટલ નં. ૭ કી. રૂ. ર૮૦૦/- મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.