મહુવા તાલુકાના ખડસલીયા ગામે જય ખોડલ માલધારી રામા મંડળ તથા સમસ્ત ખડસલીયા ગામ દ્રારા રામદેવપીર બાપા તથા ખોડીયાર માતાજી મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય ક્રાર્યકમ યોજાયો જેમાં પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર, પોપટભાઈ માલધારી, જાગૃતિબેન ગોહિલ,ભોજાભાઈ ભરવાડ તેમજ આંગણકા ગામનુ ઘરેણું એવા શ્રી જીગ્નેશ ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખડસલીયા ગામના આંગણે સંતો મહંતો એ હાજર રહી આશિર્વાદ આપ્યા હતા તેમજ માનવંતા મહેમાનોમા સાહેબ શ્રી આર.સી. મકવાણા, જયરાજ માયાભાઈ આહીર , ડો.જીવરાજ સોલંકી, મનોજભાઈ રામ, મોગલધામ ભગુડા ટ્રસ્ટી શ્રી રામભાઈ કામળિયા, માયાભાઈ કામળિયા, દાદુભાઈ, તેમજ હરપાલસિંહ વાળા, સહિત બગદાણા મહુવા પોલીસ સ્ટાફ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામા ખડસલીયા આંગણકા ગામનાં સર્વ જ્ઞાતિના લોકોએ જહેમત ઉઠાવી હતી