ફુડ ટેસ્ટીંગ વાનનું ભાવનગરમાં થયું આગમન

120

આ કામગીરીથી ખોરાકમાં ભેળસેળ કરતા તત્વોને અંકુશમાં રાખી શકાશે : દાસ પેંડાવાળા બૈજુભાઇ મહેતાએ કામગીરીને બિરદાવી
ફુડ સેફટી ઓન વ્હીલ્સ ભાવનગરમાં તાજેતરમાં હ્લજીજીછૈં દિલ્હી દ્વારા ગુજરાતને વધુ ૫ ફુડ ટેસ્ટીંગ વાન આપવામાં આવેલ, આ સાથે કુલ ૯ ફુડ ટેસ્ટીંગ વાન ગુજરાતમાં કાર્યરત થયેલ છે. તે પૈકી એક ફુડ સેફ્ટી વાન હ્લજીજીછૈં ના “ઈટ રાઈટ ઈન્ડીયા”નાં કેમ્પેઈન માટે ભાવનગર આવી પહોંચેલ. આ “ફુડ સેફટી ઓન વ્હીલ્સ” વાન ટેસ્ટીંગ ઉપરાંત અવેરનેશ અને ટ્રેઈનીંગની કામગીરી પણ કરે છે, દૂધ, તેલ, ઘી સહીત કુલ ૧૦૨ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓનાં સ્થળ ઉપર જ તે ટેસ્ટ કરી શકે છે કે જેની માટે અગાઉ ઘણા દિવસોનો સમય લાગતો હતો. “ફુડ સેફટી ઓન વ્હીલ્સ” વાનમાં ખાદ્ય ટેસ્ટીંગનાં સાધનો ઉપરાંત પબ્લીક અવેરનેશ માટે ટેલીવીઝન, માઈક, અને સ્પીકર જેવા સાધનો પણ છે જેના થી પબ્લીક ઉપરાંત સ્કૂલ કોલેજનાં વિદ્યાર્થીઓને પણ ખોરાકનાં ભેળસેળને લગતી તાલીમ આપવામાં આવશે. આ વાને જી.આઈ.ડી.સી., ચિત્રા સ્થિત દાસ પેંડાવાળા ફુડસ પ્રા. લી.ની ફેકટરી ઉપરાંત શહેરનાં અલગ-અલગ સ્થળોએ પબ્લીક કેમ્પેઈન યોજેલ અને “ઈટ રાઈટ ઈન્ડીયા” અંગે અવેરનેશ આપેલ, કે જેમાં સોલ્ટ અને સ્યુગરનો ઉપયોગ કઇ રીતે ઓછો કરવો સાથે ફોર્ટીફાઈડ ફુડનો ઉપયોગ કરવો, એકના એક તેલનો વારંવાર તળવામાં ઉપયોગ ન કરવો, છ માસ સુધીનાં બાળકને માતાનું જ દૂધ આપવાનો આગ્રહ રાખવો જેવી માહીતી આપેલ. આ ફુડ સેફ્ટી વાન ત્યારબાદ પરત ગાંધીનગર ગયેલ જે અવારનવાર આવતી રહેશે. હ્લજીજીછૈં નાં આ પગલાને દાસ પેંડાવાળાનાં બૈજુભાઈએ બીરદાવેલ અને જણાવેલ કે આનાથી ખોરાકમાં ભેળસેળ કરતા તત્વોને અંકુશમાં રાખી શકાશે.

Previous articleખડસલિયા ગામે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Next articleટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને નવું ઘર ખરીદ્યું