એજાઝ પટેલ હજુ પણ વતન ભરૂચની જ બોલી બોલે છે

107

મુંબઈ, તા.૬
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં ભારતની તમામ ૧૦ વિકેટો ઝડપી ઈતિહાસ સર્જનાર ખેલાડી એજાઝ પટેલ ગુજરાતી છે. એજાઝ પટેલનું પૈતૃક ગામ ભરૂચનું કંથારિયા છે જોકે, એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. ન્યૂઝીલેન્ડમાં ૨.૫ દાયકા વિતાવી નાખવા છતાં એજાઝ પટેલ ભરૂચની અસલ દેશી બોલે છે. એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં ૧૦ અને બીજી ઈનિંગમાં ૧૪ વિકેટ લીધી ત્યારે તેનો એક વીડિયો વાયરલ થયો છે. એજાઝને આ વીડિયોમાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તેના પરિવાર સાથેના સંબંધો જણાવે છે અને પોતે ક્યારે ન્યૂઝીલેન્ડ આવ્યો વગેરે સવાલો પૂછે છે. એજાઝ વીડિયોમાં કહે છે કે ’ભરૂચના કંથારિયાના વતની છે. દાદી કાપડિયા પરિવાર છે. હું બોમ્બે બોર્ન છું. ઓકલેન્ડમાં ઘણી ફેમિલી છે. હું કંથારિયા અને ટંકારિયા ગયો છું. સામે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ ઈન્ગલેન્ડ રહેતી હોય તેવી શક્યતા છે કારણ કે તે એજાઝને તેમનો પરિવાર ઈન્ગલેન્ડ આવ્યો હતો તેની યાદગીરી અપાવે છે. એજાઝે ૧૦ વિકેટ ઝડપ્યા બાદ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એજાઝનો પરિવાર મુંબઈમાં જોગેશ્વરી વિસ્તારમાં રહેતો હતો. તેમનું હજુ એક ઘર પણ છે. એજાઝના પિતા ઈલેક્ટ્રોનિકસ્‌ સેલ્સ અને સર્વિસનો બિઝનેસ ચલાવતા હતા. વર્ષ ૧૯૯૬માં એજાઝનો પરિવાર ન્યૂઝીલેન્ડ સ્થાયી થયો હતો. એજાઝ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો ત્યારે તેની ઉંમર ૮ વર્ષી હતી. એજાઝ પટેલે ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મુંબઈના વાનખેડે મેદાનમાં પ્રથમ ઈનિંગમાં ૧૦ વિકેટ મેળવી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, ઋદ્‌ઘીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી. અગાઉ કુંબલે અને જીમ લેકર આ પરાક્રમ કરી ચુક્યા હતા પરંતુ ટેસ્ટ ક્રિકેટની પહેલી ઈનિંગમાં ૧૦ વિકેટ લેવાનો રેકોર્ડ એજાઝ પટેલના નામે જશે.

Previous articleટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને નવું ઘર ખરીદ્યું
Next article૭ ડિસેમ્બર ઝંડા દિવસઃ દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાનો દિવસ