ગાંધીનગરના કેપીટલ રેલ-વે સ્ટેશન પર લાંબા અંતરની દેશના મહાનગરોને જોડતી રેલગાડીઓનો ધમધમાટ તો શરૂ થઇ ગયો છે. પરંતુ આ તમામ ટ્રેન સીધી ગાંધીનગરને ફાળવવાના બદલે ગાંધીનગર સુધી લંબાવવામાં આવી હોવાના કારણે અહીં આ ટ્રેનો માત્ર બે મીનીટ માટે ઉભી રહે છે. ખૂબ જ ઓછા સમયના હોલ્ટના કારણે મુસાફરો દોડાદોડ કરતા હોવાથી અકસ્માત સર્જા?વાનો ભય રહે છે. આ તમામ ટ્રેન અમદાવાદ રેલ-વે સ્ટેશન પર અડધોથી એક કલાક પડી રહે છે. વસાહતીઓ દ્વારા અમદાવાદ સ્ટેશન પરનો સમય ઘટાડીને ગાંધીનગર સ્ટેશન પર તમામ ટ્રેનનો હોલ્ટ ૧પ મીનીટનો કરવાની માગણી કરવામાં આવી છે.
અમદાવાદ રેલ-વે સ્ટેશનથી દિલ્હી, જયપુર, મુંબઇ, વડોદરા, હરદ્વાર સહિ?તની લાંબા અંતરની જુદી-જુદી ટ્રેન ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે. ખરેખર તો આ તમામ ટ્રેનને અમદાવાદથી પંદર મિનિટ વહેલી ઉપાડી લઇને ગાંધીનગર સ્ટેશન પર તેને ૧પ મિનિટનો હોલ્ટ આપવો જોઇએ. પરંતુ રેલ-વે તંત્ર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવી નથી. મેમુ ટ્રેન સહિ?તની તમામ ગાડીઓ ગાંધીનગર રેલ-વે સ્ટેશન પર માત્ર બે મિનિટનું રોકાણ કરે છે. ગાંધીનગર કર્મચારીનગર હોવાથી અહીં નિવૃત્ત થયેલા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. તેથી ટ્રેનના ગાંધીનગરના પ્રવાસીઓમાં પણ તેઓની સંખ્યા વધુ રહે છે.