ઘોઘાસર્કલમાં આવેલ સેન્ટ્રલ બેંક ખાતે કાર્યક્રમ યોજવામા આવ્યો બેંકોનું ખાનગીકરણ થતું અટકાવવા દેશવ્યાપી આંદોલનને તેજ બનાવાશે તા,16-17 ડિસેમ્બરે કર્મચારીઓ હડતાળ પર ઉતરશે
કેન્દ્ર સરકાર શિતકાલીન સંસંદીય સત્રમાં રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવા અંગેનો ખરડો સંસદમાં પસાર કરનાર હોય જેનાં વિરોધમાં આજરોજ દેશ ભરમાં રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારી મહામંડળ દ્વારા એકદિવસીય પ્રતિકાત્મક ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જે અન્વયે ભાવનગર શહેરમાં પણ બેંક કર્મચારીઓ દ્વારા ધરણાં યોજી સરકારની નીતિ-રીતિનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીયકૃત બેંકોનો સમાજના નાનાંમાં નાનો માણસ તથા ખેડૂત ઉપયોગ કરે છે ત્યારે આવી રાષ્ટ્રીયકૃત બેંકો નું ખાનગીકરણ શા માટે કરવામાં આવે એવો સવાલ આ બેંકોમાં સેવા બજાવતા કર્મચારીઓ કરી રહ્યાં છે અને સરકાર ના આ નિર્ણય નો વિરોધ કરી રહ્યાં છે. વર્તમાન શિયાળું સંસદસત્રમા રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવા અંગેનો ખરડો પસાર કરવામાં આવનાર છે. ત્યારે આ વાતનો વિરોધ કરી યુનાઇટેડ બેંક યુનિયન ફોરમ દ્વારા દેશવ્યાપી એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભાવનગર શહેર-જિલ્લા આવેલી સરકારી બેંકોમાં ફરજ બજાવતા કર્મચારીઓ જોડાયા હતા તથા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને આગામી તા,16-17 ડિસેમ્બરે બેંક કર્મીઓ દ્વારા જે હડતાળનું એલાન આપ્યું છે એમાં જોડાવવાના હોવાનું જાહેર કર્યું હતું.