ટ્રાફીક નિયમન અર્થે એએસપીની ‘રોડ માર્ચ’

135

શહેરમાં ટ્રાફીક નિયમન અને વ્યવસ્થા કથળતી જાય છે પરિણામે નાના-મોટા અકસ્માતોના રોજીંદા બનાવો બનવા ઉપરાંત ટ્રાફીક જામની સમસ્યા પણ વિવીધ વિસ્તારોમાં રોજીંદી બની છે ત્યારે ગત મોડી સાંજે ટ્રાફીક નિયમન અર્થે એએસપી સફીન હસન એ.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ફર્યા હતા તેમની સાથે એ.ડીવીઝન પી.આઈ. સહિત સ્ટાફ તેમજ ટ્રાફિક જવાનો પણ જોડાયા હતા. એએસપી સફીનહસને કાળાનાળા, સંતકવરરામ ચોક, માધવદર્શન સહિતનાં વિસ્તારોમાં પગપાળા ચાલીને રાઉન્ડ લીધો હતો અને દુકાનો કે કોમ્પ્લેક્ષ બહાર ટ્રાફીકને નડતર પાર્ક કરાયેલા વાહનો હટાવાયા હતા અને નડતર રૂપ થાય તેમ વાહનો પાર્ક ન કરવા કડક સુચના આપી હતી.

Previous articleભાવનગર જિલ્લાના ત્રણ પેન્શનર્સ સંગઠનોની વણઉકેલ્યા પ્રશ્નો મુદ્દે કલેકટર સમક્ષ રજૂઆત
Next articleપાલીતાણાના પત્રકાર આરીફ શેખની લાડકી દીકરી અલ્મીરાનો આજે જન્મદિવસ