લાંભા ગામનાં રેખા પરમાર સંસ્કૃત વિષયમાં પીએચ.ડી થયા : શહેરનું ગૌરવ

120

દસક્રોઈ તાલુકાના લાંભા (મૂળ-સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા )નિવાસી કુમારી પરમાર રેખાબહેન કાળુભાઈએ ગુજરાત યુનિવર્સિટીનાં વિનયન વિદ્યાશાખા ભાષા સાહિત્ય ભવન માંથી ડૉ.પ્રો અતુલકુમાર બી. ઉનાગરનાં માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિષયમાં “ ( સંસ્કૃત વાઙમયમાં બાળચરિત વર્ણન એક અધ્યયન) વિષય પર મહાશોધ નિબંઘ તૈયાર કરી ગુજરાત યુનિવર્સિટીને રજૂ કરતાં ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી તેઓને પીએચ.ડી (Doctor of Philosophy) ની ડિગ્રી એનાયત કરી છે. પ્રસ્તુત અભ્યાસ સંસ્કૃત વિષયમાં બાળ ચરિત્ર વિશે નવિ દિશા આપનાર છે.આ મહાશોધ નિબંઘમાં સંસ્કૃત વાઙમય(વેદ,ઉપનિષદ,પુરાણ,સાહિત્ય) નાં બાળ ચરિત્ર ની મૂળ કથા તેમજ આ બાળ ચરિત્ર નો શારીરિક,માનસિક,સામાજિક,આધ્યાત્મિક રીતે બાળ ચરિત્ર આજના બાળકોને કઈ રીતે પ્રેરિત કરી શકે છે એ વિશે પણ ઊંડાણથી અભ્યાસ કરેલ છે. તેમના આ કાયૅ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા તથા ભાષા સાહિત્ય ભવનનાં નિદેશક તેમજ સંસ્કૃત વિષય નાં વિભાગ અધ્યક્ષ વિવિધ વિષયના અધ્યાપકો, અભ્યાસુઓ, સંસ્કૃતના અનુરાગીઓ એ શુભેચ્છાઓ પાઠવી.

Previous articleઓપન ભાવનગર ચેસ કોમ્પિટિશનમાં નૈમિષારણ સ્કૂલના વિદ્યાર્થી વિજેતા
Next articleભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ ૬ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૩૪ થઈ