લોકશાહીમાં પોતાના શ્રેષ્ઠત્તમ પ્રતિનિધિને ચૂંટવાનો પ્રજાને અધિકાર છે. તેની માટે જ નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયા આવશ્યક છે. પરંતુ સામાજિક સમરસતા એ પણ એક અગત્યનું પરિબળ છે. આવાં લોકશાહી ભારતના પ્રત્યેક નાગરિકને પ્રેરણા મળે તેવું સ્તુત્યકાર્ય કન્યાશાળા ઉમરાળાનાં શિક્ષકગણ તથા દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે. સામાજિક સમરસતાને લક્ષમાં રાખીને શાળાની બાળ સંસદ ની રચના અતિ ખર્ચાળ અને જટિલ ચૂંટણી પ્રક્રિયા દ્વારા નહીં પણ સર્વાનુમતે વિવિધ સમિતિની પસંદગી કરી યોગ્ય સંચાલન કર્તાને જે તે સમિતિનાં વડા બનાવી આદર્શ બાળ સંસદની રચના દ્વારા સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. ઉમરાળાના પ્રબુદ્ધ નાગરિકોએ શાળાના સરાહનીય કાર્યને બિરદાવ્યું છે.