શેફાલી જરીવાલા કાંટા લગા પછી ગાયબ થઈ ગઈ હતી

115

મુંબઈ, તા.૭
બોલિવૂડના અમુક ગીતો એવા છે જે એવરગ્રીન છે. આ ગીતોની યાદીમાં કાંટા લગા ગીત પણ સામેલ છે. જ્યારે પણ આ ગીતનો ઉલ્લેખ થાય ત્યારે શેફારી જરીવાલાનું નામ પણ લેવામાં આવે છે. શેફાલી જરીવાલાએ આમ તો ઘણાં મ્યુઝિક વીડિયો કર્યા છે, પરંતુ આજે પણ તેની ઓળખ કાંટા લગા ગર્લ તરીકે કરવામાં આવે છે. આ મ્યુઝિક વીડિયો વર્ષ ૨૦૦૨માં રીલિઝ કરવામાં આવ્યો હતો. આ ગીતને કારણે શેફાલી જરીવાલા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ ત્યારપછી શેફાલી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી. વાતચીતમાં શેફાલી જરીવાલાએ લાંબા સમય સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા પાછળનું કારણ જણાવ્યું છે. શેફાલીએ જણાવ્યું કે તેણે કેમ વધારે પ્રોજેક્ટ્‌સમાં કામ નથી કર્યું. આ સાથે જ શેફાલીએ પોતાની બીમારી બાબતે પણ ચર્ચા કરી હતી. શેફાલી જરીવાલાએ કહ્યું કે, ૧૫ વર્ષની ઉંમરમાં મને પહેલી વાર ખેંચ આવી હતી. મને યાદ છે કે તે સમયે મારા પર ભણવામાં સારું પ્રદર્શન કરવાનું પ્રેશર હતું. સ્ટ્રેસ અને એન્ઝાયટીને કારણે ખેંચ આવી શકે છે. ડિપ્રેશનને કારણે પણ ખેંચની સમસ્યા થઈ શકે છે. મને ક્લાસમાં ખેંચ આવતી હતી. અમુક વાર બેકસ્ટેજ ખેંચ આવતી તો અમુકવાર રોડ પર ચાલતી વખતે ખેંચ આવતી હતી. આ સમસ્યાને કારણે કોઈ રીતે મારું આત્મ-સન્માન ઓછું થઈ ગયુ હતું. શેફાલીએ કહ્યું કે, કાંટા લગા પછી ઘણાં લોકોએ મને પૂછ્યું કે મેં વધારે કામ કેમ નથી કર્યું, પરંતુ હવે હું ખુલીને આ વિષે વાત કરુ છું. ખેંચ આવવાની સમસ્યાને કારણે હું કામથી દૂર રહી, તે સમયે હું વધારે કામ ના કરી શકી. ૧૫ વર્ષ સુધી આ સમસ્યા ચાલતી રહી. આ સમસ્યાનો છૂટકારો લગભગ નવ વર્ષ પહેલા મળ્યો. મને પોતાના પર ગર્વ છે કે મેં ડિપ્રેશન, પેનિક અટેક અને એન્ઝાયટીનો સ્ટ્રોન્ગ સપોર્ટ સિસ્યમ સાથે સામનો કર્યો. ઉલ્લેખનીય છે કે શેફાલી જરીવાલા વર્ષ ૨૦૦૮માં બૂગી વૂગીમાં જોવા મળી હતી. ત્યારપછી નચ બલિયે ૭ અને બિગ બોસ ૧૩ જેવા રિયાલિટી શૉમાં તેણે ભાગ લીધો હતો.

Previous articleકન્યાશાળા, ઉમરાળા દ્વારા સામાજિક સમરસતાનું દ્યોતક ઉદાહરણ
Next articleભારતીય ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસનો નવો કાર્યક્રમ જાહેર