મુંબઇ,તા.૭
ભારત આ મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. ટીમ ઈન્ડિયાનો આ પ્રવાસ ઓમીક્રોનીના કોરોનાના નવા પ્રકારના ખતરા વચ્ચે થશે. ટેસ્ટ સિરીઝ ૨૬ ડિસેમ્બરથી શરૂ થશે,અને વનડે શ્રેણી ૧૯ જાન્યુઆરીથી રમાશે. અગાઉ આ સિરીઝ ૧૭ ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તેને નવ દિવસ માટે પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ પ્રવાસમાં પ્રથમ ટી૨૦ શ્રેણી પણ રમવાની હતી, પરંતુ કોરોનાના જોખમના કારણે હવે આ શ્રેણી આવતા વર્ષે રમાશે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ટિ્વટર પર નવી તારીખો શેર કરી છે બંને ક્રિકેટ બોર્ડ આ પ્રવાસના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત કરી રહ્યા હતા. ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ઘણા દેશોએ આફ્રિકન દેશોમાંથી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ ત્યાં મુસાફરી પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે ઓમીક્રોન વિશ્વના ૩૫ થી વધુ દેશોમાં પહોંચી ગયું છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં ૨૩ કેસ નોંધાયા છે. આમ છતાં ભારતે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ રદ કર્યો નથી અને હવે શ્રેણી ૨૬ ડિસેમ્બરથી શરૂ થશે. સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કોરોના પ્રોટોકોલનું કડક ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બેદરકારી રાખવામાં આવશે નહીં.
ટેસ્ટ શ્રેણી માટે નવી તારીખ
૧લી ટેસ્ટઃ ૨૬-૩૦ ડિસેમ્બર ૨૦૨૧ (સેન્ચ્યુરિયન)
બીજી ટેસ્ટઃ ૩ થી ૭ જાન્યુઆરી, ૨૦૨૨ (જોહાનિસબર્ગ)
ત્રીજી ટેસ્ટઃ ૧૧ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨ (કેપ ટાઉન)
વનડે શ્રેણી માટે નવી તારીખ
૧લી વનડેઃ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ (પાર્લ)
૨જી વનડેઃ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ (પાર્લ)
ત્રીજી વનડેઃ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ (કેપ ટાઉન)