ગોરખપુરમાં ખાતરના કારખાનાનું લોકાર્પણ કરાયું : લાલ ટોપીવાળાઓ યુપી માટે રેડ એલર્ટ છે અને ખતરાની ઘંટડી હોવાનું જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગોરખપુર, તા.૭
યુપીમાં ગોરખપુરમાં ૧૯૯૦માં ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ખાતર ફેકટરી બંધ થઈ ગઈ હતી.આ ફેકટરી ફરી શરુ થવા જઈ રહી છે. ગોરખપુરમાં આજે આ ખાતર કારખાનાનુ પીએમ મોદીએ લોકાપર્ણ કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦૧૭ પહેલા યુપીના કેટલાક જિલ્લા જ વીઆઈપી હતી.આજે યુપીના તમામ જિલ્લા વીઆઈપી બની ગયા છે.
યુપીના માફિયા જેલમાં છે અને રોકાણકારો યુપી આવી રહ્યા છે. અખિલેશ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, લાલ ટોપીવાળાઓને લાલ લાઈટ સાથે મતબલ છે.તેમને તમારા દુખ સાથે કોઈ મતલબ નથી.તેમને પોતાની તિજોરી ભરવા, માફિયાઓને ખુલ્લી છુટ આપવા માટે અને આતંકીઓ પર મહેરબાની કરવા માટે , જેલમાંથી છોડાવવા માટે સત્તા જોઈએ છે.લાલ ટોપીવાળાઓ યુપી માટે રેડ એલર્ટ છે અને ખતરાની ઘંટડી છે. પીએમ મોદીએ ખાતરના કારખાનાની સાથે સાથે ગોરખપુરમાં બનેલી એમ્સ હોસ્પિટલનુ પણ લોકાર્પણ કર્યુ હતુ.તેમણે પોતાના ભાષણની શરુઆત ભોજપુરીથી કરી હતી. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, આ વિસ્તારમાં મગજના તાવથી છેલ્લા ૪૦ વર્ષમાં ૫૦૦૦૦ બાળકો મોતને ભેટયા હતા.ગોરખપુરની એમ્સ હોસ્પિટલ બાળકોને મોતથી બચાવશે.