સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાનાં ગ્રામ્ય પંથકમાં જળાશયો, તળાવો ઉંડા ઉતારવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ગઈકાલે મંત્રી વિભાવરીબેને ગારિયાધાર તાલુકાનાં ખારડી, ઠાસા, ભંડારીયા સહિત ગામોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સુચનો કર્યા હતા.