હાલ રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૪૧૭ : બુધવારે કુલ રસીના ૩,૩૫,૮૨૨ ડોઝ આપવામાં આવ્યા હતા
ગાંધીનગર, તા.૮
ગુજરાતમાં કોરોનાના નવા ૬૭ નવા કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ ૧૯ દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૩૬૧ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૩ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના ૩,૩૫,૮૨૨ ડોઝ આપવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ ૪૧૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૮ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૪૦૯ નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ ૮,૧૭,૩૬૧ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૯૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૩, સુરત કોર્પોરેશન ૧૧, વડોદરા અને જામનગર કોર્પોરેશન ૭-૭, સુરત ૪, બનાસકાંઠા, વલસાડ ૩-૩, અમદાવાદ, કચ્છ, નવસારી તાપીમાં ૨-૨ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં ૧ નોધાતા આ પ્રકારે કુલ ૬૭ કેસ નોંધાયા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૫ ને રસીનો પ્રથમ, ૧૭૧૩ વર્કરને રસીનો બીજો ડોઝ, ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૧૦૦૯૪ નાગરિકોને રસીનો પ્રથમ, ૭૬૯૨૩ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૪૧૬૬ નાગરિકોને રસીનો પ્રથમ, ૨૧૨૯૦૧ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩,૩૫,૮૨૨ રસીના ડોઝ જ્યારે કુલ ૮,૩૮,૬૨,૨૮૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.