વિવેકાનંદ કેન્દ્ર, પાલિતાણાની સ્થાનિક કાર્યકર્તા પ્રશિક્ષિણ શિબીર મોમાઈધામ, ટોડી ખાતે તા.૧૦ મે થી પ્રારંભ થઇ છે. ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત પ્રાંત પ્રમુખ નરેન્દ્ર ત્રિવેદી, તથા મહંત મુકેશગિરીજીની વિશેષ ઉપસ્થિત રહેલ. ૬૦ કાર્યકર્તાની પાંચ દિવસીય શિબીરની વિશેષ મુલાકાત પ્રાંત સંગઠક શીતલબેન જોશી તથા વિભાગ પ્રમુખ મેઘદીપસિંહ ગોહિલે લીધેલ. સંસ્કાર વર્ગ, સ્વાધ્યાય વર્ગ, યોગવર્ગ તથા કેન્દ્ર ની ગતિવિધિ સંચાલનની કુશળતાનું પ્રશિક્ષણ તથા વૈચારિક ભાથુ કાર્યકર્તાઓ પ્રાપ્ત કરી રહેલ છે.